Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગાંધીજીએ કહ્યું ફોટોગ્રાફરને કેવી રીતે પોઝ આપવો તે મને આવડતું નથી. પણ તમે તમારું નસીબ અજમાવી શકો છો,

પ્રતિષ્ઠિત સ્વિસ ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડની ફોટોગ્રાફીનું નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં 10 ફેબ્રુઆરી સુધી પ્રદર્શન

અમદાવાદ :પ્રતિષ્ઠિત સ્વિસ ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડએ જયારે ગાંધીજીને ફોટોગ્રાફ આપવા માટે મંજૂરી માંગવામાં આવી ત્યારે કેમેરાથી શરમાળ એવા ગાંધીજીએ કહ્યું હતું કે 'ફોટોગ્રાફરને કેવી રીતે પોઝ આપવો તે મને આવડતું નથી. તમે તમારું નસીબ અજમાવી શકો છો, કદાચ સારું પરિણામ પણ આવી શકે'.

   મહાત્મા ગાંધીની હત્યાનાં 70 વર્ષ બાદ વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સ સ્વતંત્રતા ચળવળ, 1930માં દાંડીમાં મીઠાનો સત્યાગ્રહ અને તેના નેતાનાં વ્યક્તિત્વ પર નવો જ પ્રકાશ ફેંકે છે. પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર્સ હેનરી કાર્ટિયર-બ્રેસન અને માર્ગારેટ બુર્ક-વ્હાઈટનાં ભારત આગમન પહેલા વોલ્ટર બોસાર્ડે ફોટોગ્રાફસ ખેંચ્યા હતા

   સ્વીસ ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડ (1892-1975) ફોટોજર્નાલિઝમનાં ક્ષેત્રમાં પ્રણેતા રહ્યા હતાં. શબ્દ અને કેમેરા એમ બંને પર પ્રભુત્વ ધરાવતા વોલ્ટર બોસાર્ડે એશિયા અને યુરોપ વચ્ચે સેતુ બનવાનું કાર્ય કર્યું હતું. તેમણે 1930નાં દશકામાં એશિયાનું રોજીંદુ જીવન અને મુખ્ય રાજકીય ઘટનાઓ પર રિપોર્ટીંગ કર્યું હતું.

   આજે તેમનાં ફોટોગ્રાફ્સ અને ફિલ્મસ વૈશ્વિક ઈતિહાસને સમજવા માટે સમૃદ્ધ સ્ત્રોત બની રહ્યા છે. સ્વીત્ઝર્લેન્ડનાં ફોટોગ્રાફિક વારસાની સંભાળ માટે વિન્ટરથ્રુર (ઝુરિચ)માં 1971માં સ્થપાયેલા સ્વીસ ફાઉન્ડેશન ફોર ફોટોગ્રાફી દ્વારા વોલ્ટર બોસાર્ડનાં આર્ચાઈવ્સની જાળવણી કરવામાં આવે છે.

   વોલ્ટર બોસાર્ડ થોડા વર્ષો બાદ માઓ ઝેદોંગ અને રેડ આર્મી ટ્રેનીંગનાં દસ્તાવેજીકરણ માટે ચીનનાં પ્રવાસે ગયા હતાં.

  'મંચેર ઈલ્સ્ટ્રેટ પ્રેસ'નાં સ્વપ્નરૂપ એસાઈનમેન્ટમાં વોલ્ટર બોસાર્ડને ભારતમાં વધતા જતા અસંતોષ અને સ્વતંત્રતા ચળવળનાં રિપોર્ટીંગ માટે ભારત મોકલવામાં આવ્યા હતાં. માર્ચ 1930માં તેમણે એશિયાની આઠ માસની યાત્રા શરૂ કરી, કાર દ્વારા 20,000 કિલોમીટરને પાર કર્યા, વિવિધ શહેરો અને દેશોને પાર કર્યા અને વિવિધ પશ્ચાદભૂમિકા ધરાવતા 5000થી પણ વધુ લોકોનાં સંપર્કમાં આવ્યા.

  મંચેર ઈલ્સ્ટ્રેટ'માં તા. 18માં 1930નાં રોજ વોલ્ટર બોસાર્ડની મહાત્મા ગાંધીની સ્ટોરી છપાઈ. મેગેઝિનનાં કવરમાં ગાંધીને વાંચનમાં ગળાડુબ દર્શાવાયા હતાં. મેગેઝિનનાં અંદરનાં ભાગમાં વાચક મહાત્મા ગાંધીને અંગત પરિસ્થિતિઓ-ડુંગળીનો સુપ પીતા, દાઢી કરતા અને નિંદ્રા માણતા જોઈ શકે છે. બોસાર્ડનાં અનોખા પોર્ટેઈટ્રેસનો લોકોએ વખાણ્યા હતાં.

વોલ્ટર બોસાર્ડની ભારત યાત્રા વિશેની છાપ તેમના 1931માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ઈન્ડિયન કેમ્ફટ’માં વર્ણવવામાં આવી છે.

  ભારતથી બોસાર્ડે ચીનનો પ્રવાસ ખેડ્યો. 1938માં તેમણે ચીનની મુલાકાત લીધી અને માઓ ઝેદોંગ પર પ્રથમ મુંગી ફિલ્મ બનાવી. વોલ્ટર બોસાર્ડ 1933થી 1939નાં સમયગાળામાં ચીનમાં રહ્યા. તેમણે આ સમયમાં દૈનિક જીવનશૈલી, હેકોઉ પરનાં બોમ્બીંગ અને ચીનના નોમાદીક સમુદાયને કેમેરામાં કેદ કર્યા. વધારે મહત્વનું એ છે કે તેમણે યાનાનની ગુફાઓમાં માઓ ઝેંદોગને ફોટોગ્રાફસમાં કંડાર્યા.

  વોલ્ટર બોસાર્ડનાં ફોટો ગ્રાફસનાં એક્ઝિબિશન પ્રોજેકટનાં સહ નિર્માતા ફોટોસ્ટીફરીંગ સ્વીઝ (વિન્ટરથુર) અને કિટિકલ કલેકટીવ (દિલ્હી) છે. આ પ્રોજેક્ટમાં બોસાર્ડનાં ગાંધી અને માઓ પરનાં 53 આઈકોનિક પોર્ટેઝને દર્શાવાયા છે. આ શોનાં કો-ક્યુરેટર ગાયત્રી સિંહા (ક્રિટિકલ કલેકટીવનાં ડાયરેક્ટર અને સ્થાપક) અને પીટર ફુંડર (સ્વીસ ફાઉન્ટેશન ફોર ફોટોગ્રાફીનાં ડાયરેકટર) છે.

કો-ક્યુરેટર્સ ગાયત્રી સિંહા અને પીટર ફુંડર સંયુક્તપણે ગાંધી અને માઓનાં રેર આર્ચાઈવ્ઝને નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં લાવ્યા છે. ભારતમાં પ્રથમવાર જ આ ફોટોગ્રાફસ જોવા મળી રહ્યા છે.

  વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફસનું પ્રદર્શન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 10 ફેબ્રુઆરી 2019 સુધી છે.

(11:43 pm IST)