Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગુજરાત યુનિવર્સિટીની ઉનાળુ સત્રની સેમેસ્ટર પરિક્ષાનો કાર્યક્રમ જાહેર :5 માર્ચથી ત્રણ તબક્કામાં પરીક્ષા યોજાશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ઉનાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મૂજબ 5 માર્ચથી પરીક્ષા શરૂ થશે. ત્રણ તબક્કાઓમાં પરીક્ષાઓ લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં ઓડ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાશે.

બીજા તબક્કામાં ૧૯ મી માર્ચથી યુજી-પીજીની 4 અને 6ની પરીક્ષા લેવાશે ત્યારબાદ ત્રીજા તબક્કામાં 29મી માર્ચ થી યુજી અને પીજીના સેમેસ્ટર 2 ની પરીક્ષાઓ લેવાશે. આ સમયસર પરીક્ષાઓ 10 એપ્રિલ સુધી ચાલશે જેમાં ડિપ્લોમા ડિગ્રી અને માસ્ટર ડિગ્રી સહિતના ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે લોકસભા ચૂંટણીને લઇને પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

 

(5:18 pm IST)