Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રમતી વેળાએ વસ્ત્રાલ કેનાલમાં અઢીવર્ષીય બાળક ડૂબી જતા ચકચાર

પાટણઃ વસ્ત્રાલ કેનાલમાં એક બાળક ડૂબતું હોવાંની ઘટના સામે આવી છે. એક અઢી વર્ષનું બાળક રમતી વખતે અકસ્માતે કેનાલમાં ડૂબ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ બાળકને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પાલીકાની રેસ્કયુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ બાળક માટે કેનાલ પર ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ બનાવ પાટણનાં કુ ણઘેર રોડ પર આવેલ કેનાલમાં બની છે.

(6:01 pm IST)