Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ભુછાડ નવી વસાહતમાં જુગાર રમતા 4 જુગારીને રૂપિયા 1,270 સાથે રાજપીપળા પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ભુછાડ ગામમાંથી જુગાર રમતા ચારને રાજપીપળા પોલીસે રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

  મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે ભુછાડ ગામની નવી વસાહત માં રેડ કરતા ત્યાં જુગાર રમતા શૈલેષભાઈ ઉર્ફ દિપકભાઈ અંબાલાલ વસાવા, વિજયભાઈ મહેન્દ્રભાઈ વસાવા,અનિલભાઈ મંગાભાઈ વસાવા અને રોશનભાઈ સુરેશભાઈ વસાવા( તમામ રહે-ભુછાડ નવી વસાહત )ને હારજીતનો જુગાર રમી રમાડતા પકડી લીધા હતા,તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૯૩૦ તથા દાવ ઉપરના ૩૪૦ મળી કૂલ કિ.રૂ.૧૨૭૦ મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે

(11:20 pm IST)