Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજ્યમાં ઓમીક્રોનની એન્ટ્રી વચ્ચે અમદાવાદ સહીત ભાવનગરમાં કોરોનાનો ભરડો :રાજ્યમાં નવા 44 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36 દર્દીઓ સાજા થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.094 : કુલ 8.17.239 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 4,00,273 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 12 કેસ, ભાવનગરમાં 11 કેસ, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 326 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોધાયો છે. આજે નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં સૌથી વધુ અનુક્રમે 12 અને 11 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ સાથે સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છેરાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 44 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 36 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 44 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 36 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.239 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.094 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4,00,273  લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,26,94,130 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ  326 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 320 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.203 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  એક દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.094 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 44 કેસમાં અમદાવાદમાં 12 કેસ, ભાવનગરમાં 11 કેસ, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 અને કચ્છ તથા રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(8:30 pm IST)