Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વિરમગામ તાલુકાની 53 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 219 અને સભ્યો માટે 820 ઉમેદવારી ફોર્મ ભરાયા

19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચુટણી યોજાશે : ગ્રામપંચાયતમાં સરપંચ અને સભ્યોના ઉમેદવારોએ ચૂંટણી જીતવા કમર કસી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે શનિવારે  છેલ્લો દિવસ હતો. વિરમગામ તાલુકામાં સરપંચના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં સરપંચ માટે કુલ 219 અને સભ્ય માટે 820 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વિરમગામ તાલુકાની 65 ગ્રામ પંચાયત પૈકી 53 ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તારીખ 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાનાર છે.  53 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોના ઉમેદવારો પોતપોતાની રીતે સમર્થકો સાથે ચૂંટણી જીતવા કમર કસી રહ્યા છે. અત્રે નોંધનિય છે કે સરપંચના ઉમેદવારીપત્રો ઘણા ઉમેદવારો થોડા ઘણા ટેકેદારો સાથે આવીને ભરી ગયા જ્યારે કેટલાક ગામમાંથી મોટી સંખ્યામાં સરપંચના ઉમેદવારની સાથે સમર્થકો તાલુકા સેવાસદન અને તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા.

(7:18 pm IST)