Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વડોદરામાં બીમારીથી કંટાળી આધેડ વયની મહિલાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા: ડાયાબિટીસની બીમારીથી કંટાળીને આધેડ વયની મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું.જ્યારે અન્ય એક બનાવમાં પત્ની સાથે નજીવી બાબતે તકરાર થતા આવેશમા આવીને પતિએ આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો  દ્વારા મળતી માહિતી મુજબ,છોટાઉદેપુરના રાયસીંગપુરા ગામે રહેતા રાહુલ  હીમાભાઇ રાઠવા (ઉ.વ.૨૧)ના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા.રાહુલ,તેના સસરા અને પત્ની  મકરપુરા  જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરતી  હતા.ગઇકાલે  રાહુલ અને તેની પત્ની મસ્તી કરતા હતા.તે દરમિયાન રાહુલે ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટી જતા બંને વચ્ચે બોલાચાલી થઇ  હતી.પત્ની  રિસાઇને બીજા  રૃમમાં જતી રહી હતી.જ્યારે આવેશમાં આવીને રાહુલે પત્નીના દુપટ્ટાથી જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

 

(5:36 pm IST)