Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરત:એક લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં રૃ.1 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી વિરુધ્ધનો કેસ આજે ફરિયાદપક્ષે નિઃશકપણે સાબિત કરતાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.એમ.શાહે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીને નકારાયેલા ચેકની બમણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.

આજથી સાતેક વર્ષ પહેલાં સુરત ખાતે રહેતા ફરિયાદી તરૃણ કે.તેજવાણીએ સ્માર્ટ ઓપ્શનના આરોપી પાર્ટનર હિતેશ જી.ઓઝાની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં રૃ 1 લાખનું રોકાણ કર્યું હતુ.જે અંગે આરોપીએ ફરિયાદીને લોન એગ્રીમેન્ટ બનાવી એક વર્ષ બાદ રૃ 1 લાખ ચુકવી આપવાનું જણાવીને એક લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો. જે રિટર્ન થતા પ્રીતીબેન જોષી મારફત કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે લોન એગ્રીમેન્ટ રજુ કર્યું હતુ.ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે લોન એગ્રીમેન્ટ મુજબ આરોપીનો નકારાયેલે ચેક ફરિયાદીના  ફરીયાદીને કાયદેસરના લેણાંની ચુકવણી તરીકે આપ્યો છે.

 

(5:29 pm IST)