Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ક્ષિતિજ અને ક્ષિતિજ પહેલે પારની અદભૂત સફર, લોકો તક ન ચૂકે : અજય કુમાર ચૌધરી

પ્રકૃતિની ગોદમાં સામાન્યથી માંડી ખાસ કલા કૃતિના શોનો કાલે છેલ્લો દિવસ સાયકલ રીપેરીંગથી સાપુતારા સુધીની કલા બ્લેક એન્ડ વ્હાઇટ કેનવાસ પર્ ઉતારનાર મનીષ શર્મા પર્ વિશ્વની આર્ટ ગેલેરીમા જેમના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે તેવા અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર આફ્રિન

રાજકોટ, તા.૪:  પ્રકૃતિમાં બધું સમાવી લેવાની શકિત છે તેવા સનાતન સત્યને કેન્દ્રમાં રાખી નાની જગ્યા પર સાયકલ રીપેરીંગ કરતી વ્યકિત કે સાપુતારાનું કુદરતી સૌંદર્ય આવી તમામ બાબતો પેન્સિલ દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર પર જીવંત કલા કૃતિ રજૂ કરતાં જાણીતા ચિત્રકાર મનીષ શર્માના અમદાવાદમાં ચાલતા ચિત્ર શોનો કાલે છેલ્લો દિવસ છે ત્યારે અવશ્ય લાભ લઈ તક ન ચૂકવા વિનંતી અમદાવાદના જોઇન્ટ પોલિસ કમિશનર અજય કુમાર ચૌધરી કે જેના હાથે આ શોનો શુભારંભ થયો છે તે સહિતના મહાનુભાવો દ્વારા અપીલ કરવામાં આવી છે.

વિશ્વની આર્ટ ગેલેરીઓમાં જેમના અદભૂત ચિત્રો ભારત અને ખાસ કરી ગુજરાતની આન બાન અને શાનમા વૃદ્ઘિ કરી રહ્યા છે તેવા આ લોકપ્રિય જોઇન્ટ પોલિસ કમિશનર દ્વારા જણાવેલ કે ચિત્રકાર મનીષ શર્મા દ્વારા અદભૂત કલા કૃતિ પોતાના ત્રણ દશકાના અનુભવ આધારે પ્રકૃતિની ગોદમાં જે રીતે સમાવેશ કરેલ છે તે કાબિલે દાદ છે અને ખૂબ સુરતી નીખરી ઊઠી છે તેઓ દ્વારા અચૂક લાભ લેવા સાથે ગુજરાતની કલાપ્રેમી જનતા ચિત્રકારની કલાને પ્રોત્સાહિત કરે તેવી ફરી અપીલ કરેલ.

(2:20 pm IST)