Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દુબઈ લગ્નમાંથી અમદાવાદ પરત આવેલા ૩૦ લોકો કોરોના પોઝિટિવઃ ૫૫૦થી વધુ લોકો ગયા હતા દુબઈ

કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે

અમદાવાદ, તા.૪: વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મહાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના ૩૦ નવા કેસ સામે આવ્યા છે, દુબઇથી અમદાવાદ આવેલા ૩૦ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મહત્વનું છે કે દુબઈમાં લગ્ન પ્રસંગે ૫૫૦દ્મક વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી  ૩૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામલ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનાં ઓમિક્રોન વાયરસના ભારતમાં બે કેસ નોંધાઈ ચૂકયા હોવાથી તંત્ર દોડતું થયું છે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ થઈ રહ્યા છે. સ્ક્રિનિંગમાં પોઝિટિવ આવેલા લોકોના રિપોર્ટ જીનોમ સિકવનસિંગ માટે પૂણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે.

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૬૭૧ કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત ૫માં દિવસે ૧ લાખથી વધુ કોરોનાનાં કેસ આવ્યા હતા કેસો જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવા ૭૫ કેસ મળ્યા હતા. આ રીતે બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૧૩૪ કેસો નોંધાઈ ચૂકયા છે. ઇટલીમાં કોરોનાના નવા ૧૭ હજાર ૩૦ કેસો નોંધાયા હતા. ઇટલીમાં એપ્રિલ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોનાનાં કેસો નોંધાયા હતા. ઇટલીમાં કુલ ૪ અને ફ્રાન્સમાં કુલ ૨ ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અમેરિકામાં ૨૪, જર્મનીમાં ૧૨, બ્રાઝિલમાં ૫ ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અને ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૨ કેસો નોંધાયા છે.

(11:18 am IST)