Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોલીસ ભરતીમાં નર્મદાના વધુ ઉમેદવારો પસંદગી પામે તે માટે પોલીસ વડાએ જીતનગર ખાતેનું ગ્રાઉન્ડ ખુલ્લું મૂક્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજ્યમાં પોલીસ ભરતી ચાલી રહી છે જેમાં નર્મદા જિલ્લાના વધુ ઉમેદવારો પસંદગી પામે તેવા શુભ આશયથી જિલ્લા પોલીસ વડા દ્વારા જીતનગર ખાતેનું ગ્રાઉન્ડ ખુલ્લું મુકવામાં આવ્યું છે
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ જાહેર જનતા માટે આનંદ અને હર્ષની લાગણી સાથે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષકની ભરતી કરવામાં આવી રહી છે.જેમાં નર્મદા જીલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો પસંદગી પામે અને જીલ્લાનું નામ રોશન કરે તે હેતુસર જિલ્લા  ઉમેદવારોને દોડની પૂર્વ તૈયારી કરવા માટે સુસજ્જ ગ્રાઉન્ડ મળી રહે માટે પોલીસ હેડ ક્વાટર,જીતનગર ખાતે આવેલ પોલીસ ગ્રાઉન્ડને તમામ ઉમેદવારો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે,આ ગ્રાઉન્ડનો તમામ ઉમેદવારો કે જેમણે આ ભરતીમાં અરજી કરી છે,તેવા ઉમેદવારો ગ્રાઉન્ડનો લાભ લઇ શકશે.

(11:24 pm IST)