Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કંપનીની સાઈટ પરથી 12 લાખના સળીયાની ચોરી થઇ મેનેજર અજાણ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી જાણ :3 સામે ફરિયાદ : બે આરોપીની ધરપકડ

સળીયા કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ઉતારવાના બદલે બારોબાર વેચાણ આપી દીધા હોવાની કબૂલાત

અમદાવાદ :સિંધુભવન રોડ પર પુનિષ્કા હાઉસ સાઈટ બનાવવાનો કોન્ટ્રકટ ધરાવતી પીએસપી કંપનીના સેફટી મેનેજરને ક્રાઈમબ્રાન્ચે જાણ કરી ત્યારે ખબર પડી કે, કંપનીની સાઈટ પરથી રૂ.12 લાખના સળિયાની ચોરી થઈ છે. બનાવ અંગે કંપનીના મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કંપનીના સ્ટોરકીપર શીતલ ચૌધરી સહિત ત્રણ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉજાલા સર્કલ પાસે આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી 26,900 કિ.ગ્રા. સળિયા ભરેલી ટ્રક વટવાના માલીવાડા ખાતે રહેતા સરાફત હુસૈન ઉર્ફે મંગા ઉર્ફે સરફરાઝ ગુલામ અબ્બાસ બુખારી (ઉં,33) અને ઉજાલા સર્કલ પાસે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રહેતા રાજુ ભાણા ધરમસિંગ મીણા (ઉં,22)ને ઝડપી લીધા હતાં. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ સિંધુભવન રોડ ઉપર આવેલી પુનિષ્કા હાઉસ બાંધકામ સાઈટના સ્ટોર કિપર શીતલકુમાર રણજીતભાઈ ચૌધરી પાસેથી આ સળિયા વેચાણ લીધા હતા. રૂ. 12 લાખની કિંમતના સળીયા કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ઉતારવાના બદલે આરોપી શીતલ ચૌધરીએ બારોબાર વેચાણ આપી દીધા હોવાની કબૂલાત પકડાયેલા બન્ને આરોપીએ કરી હત 

ઉપરોક્ત માહિતીના આધારે ગત ગુરુવારના રોજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પીએસપી પ્રોજેક્ટ લિમિટેડની પુનિષ્કા હાઉસની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ગયા હતા. પોલીસે સેફ્ટી મેનેજર બિપીનકુમાર ભીખાભાઈ પટેલને મળી તેમણે ઝડપાયેલા આરોપીઓ તથા સ્ટોર કિપર શિતલ ચૌધરીની સંડોવણી વિશે માહિતી આપી હતી. શિતલ ચૌધરી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ પરત ફરી હતી

(8:36 pm IST)