Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વડોદરાના દેણા ગામનો ધો.10નો વિદ્યાર્થી મિત્રો સાથે લગ્નમાં ગયા બાદ લાશ મળીઃ મોતના કારણ અંગે તપાસનો ધમધમાટ

વડોદરા: વડોદરામાં દેણા ગામના ખેતરમાંથી ધોરણ 10 મા ભણતા એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. અંકિત પ્રજાપતિ નામનો વિદ્યાર્થી ગઈકાલ સાંજથી લાપતા હતો. ત્યારે કોઈએ અંકિત પ્રજાપતિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અંકિત વિશાલ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિશાલનો પરિવાર કપૂરાઈ ગામમાં રહે છે. બુધવારે સાંજે અંકિત તેના મિત્રો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. તમામ મિત્રો કાર લઈને લગ્નમાં ગયા હતા. ત્યારે મોડી રાત સુધી અંકિત પરત ઘરે ફર્યો ન હતો. તેથી આખી રાત પરિવારજનોએ તેની શોધખઓળચલાવી હતી.

વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશની તપાસ કરતા તેમાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ નંબર પર જાણ કરતા અંકિતના પરિવારજનો પહોંચ્યા હતા. ત્યારે પરિવારજનોએ તપા કરતા મૃતદેહ અંકિતનો હોવાનું સામે આવ્યું છે.

અંકિતના ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવામાં આવી હતી. અંકિતના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અંકિતના પિતા મિસ્ત્રી કામ કરે છે. ત્યારે પરિવારનો પુત્ર આ રીતે મળતા પરિવાર ભાંગી પડ્યો હતો. 

(5:40 pm IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST