Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સુરતમાં કોરોના સામે તંત્રનું ‘માસ્‍ક નહિ તો ટોકેંગે... કોરોના કો ભગાયેંગે' અભિયાનઃ ગાઇડલાઇનનું પાલન કરાવવા કામગીરી

સુરત: સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને સુરતની વાત કરીએ તો દિવાળીના પર્વ બાદ સતત કેસોની સંખ્યા વધી રહી છે. દિવાળી પહેલા કેસોની સંખ્યા 150 જેટલી સરેરાશ જોવા મળતી હતી. જોકે ત્યારબાદ આ કેસોની સંખ્યા અઢીસોને પાર થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 3 કરોડથી વધુનો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો છે. ખાસ કરીને માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહીં કરનારા લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.

લોકો પાસેથી દંડની આટલી માલબર રકમ વસૂલ કરવા છતાં લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનનું પણ લોકો પાલન નથી કરી રહ્યાં. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ છે ‘માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો ભગાયેંગે.’

આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માસ્ક વગર ફરતા લોકોને પકડશે અને તેઓને કોરોનાથી કઈ રીતે મૃત્યુ થઇ શકે તે અંગે પણ સમજણ આપવામાં આવશે. જો સમજણ આપ્યા બાદ પણ ફરી આ વ્યક્તિને પકડશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.

(5:40 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST

  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST