Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

છોટા ઉદેપુરના સુરખેડા, નદાસા, અંબલમાં આદિવાસી પરંપરા હજુય અકબંધઃ વરરાજાની બહેન દુલ્‍હન સાથે 7 ફેરા ફરે છેઃ વરરાજા જાનમાં નથી થતા

અમદાવાદ: ભારત વિવિધતાઓથી ભરાયેલો દેશ છે. અહીં અનેક એવા શહેર અને ગામડા છે, જ્યાં આજે પણ જૂની પરંપરાઓ નિભવવામાં આવે છે. એવી એક અનોખી પરંપરા ગુજરાતના છોટાઉદેપુરના ત્રણ ગામડામાં આવી જ અનોખી પરંપરા હજુ પણ જીવંત છે. ત્રણ ગામડા સુરખેડા, નદાસા અને અંબલ ગામડા આદિવાસી લોકોના ગામડા છે. આ ગામડાઓમાં આજે પણ વરરાજા પોતાના લગ્નમાં જતા નથી. તમને ભલે આ વાત ચોંકાવનારી લાગે, પણ તે હકીકત છે.

દુલ્હાની બહેન દુલ્હન સાથે સાત ફેરા લે છે

આ ગામડામાં દુલ્હા વગર જ લગ્ન કરવામાં આવે છે. વરરાજાની જગ્યાએ તેની બહેન વરઘોડો લઈને દુલ્હનના ઘરે જાય છે. નણંદ પણ ભાભીની સાથે લગ્નની તમામ વિધિમાં સામેલ થાય છે. વરરાજાની બહેન દુલ્હન સાથે સાત ફેરા પણ ફરે છે. તેના બાદ તે ભાભીને લઈને ઘરે આવે છે.

તો વરરાજા શું કરે...

આ લગ્નમાં વરરાજા શેરવાની પહેરે છે અને માથા પર સાફો બાંધે છે. પરંતુ તે પોતાના જ લગ્નમાં જતો નથી. દુલ્હન સાથે મંડપમાં જતો નથી. મંડપમાં જવાને બદલે તે પોતાની માતા સાથે ઘરમાં રહીને દુલ્હનના આવવાની રાહ જુએ છે.

(5:35 pm IST)