Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે નજીક જીપ ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડબ્રહ્મા: અંબાજી હાઇવે ઉપર લાલસિંહ કંપાના પાટીયા પાસે ત્રણ રસ્તા ઉપર એક જીપ અને ટેન્કર અથડાતા જીપના આગળનો ભાગ ભારે નુકસાન થયું હતું. જ્યારે ટેન્કર પલટી મારી ગયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા અંબાજી હાઇવે ઉપર લાલસિંહકંપાના પાટીયાના ત્રણ રસ્તા ઉપર આજે વહેલી સવારે એક ટેન્કર અંબાજી તરફ જતું હતું ત્યાં એક જીપ વળાંકમાં આવી જતા જોરદાર ટક્કર મારી હતી. ટક્કરથી જીપના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જ્યારે ટેન્કર ૩૦ ફૂટ આગળ રોડ વચ્ચોવચ્ચ ટક્કર મારીને પલટી ખાઈ ગયું હતું. જીપચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતથી એકબાજુનો રસ્તો બંધ થઈ ગયો હતો.

(4:50 pm IST)