Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વેપારીને કાચો માલ આપવાના બહાને 3.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી

કલોલ: શહેરના પાનસર રોડ ઉપર આવેલી સોમનાથ નગર સોસાયટીમાં રહેતા ચીસ્તી સીફાઉર રહેમાન શેખ છત્રાલ જીઆઈડીસી ફેઝ- પ્લોટ નં.૪૧૦/બીમાં રઝા ઈન્ડસ્ટ્રીના નામથી કારખાનું ચલાવે છે જેમાં એમએસ વાયર અને ખીલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે. સાત-આઠ મહીના પહેલા તેમની ફેકટરીમાં મુખત્યાર રબ્બાનભાઈ કુરેશી રહે.રૈયાપુર, ખાડીયા વિરમગામ આવ્યા હતા અને તેમને પણ વીરમગામમાં રૈયાપુર ખાતે આવું કારખાનું હોવાની વાત કરી હતી અને બન્ને વચ્ચે પરીચય થયો હતો. ત્યારબાદ ચીસ્તી શેખનો વિશ્વાસ કેળવીને તેમને પણ કારખાનાં ઉપર વિરમગામ બોલાવ્યા હતા. જયાં કાચો માલ જોઈને તેમણે ભાવતાલ કરીને ચાર લાખ રૂપિયાનો એમએસ પટ્ટીનો સ્ક્રેપ લેવાનું નક્કી કર્યું હતું. ગત તા. જુનના રોજ ચીસ્તી શેખ વિરમગામ કારખાને માલ લેવા માટે જવાના હતા પરંતુ તે દિવસે મુખત્યાર કુરેશીએ ફોન કરીને કહયું હતું કે તમારો માલ ગાડીમાં લોડ થાય છે અને તાત્કાલિક પેમેન્ટ કરવું પડશે. જેથી બપોરે તેમણે આંગડીયા થકી .ર૦ લાખ રૂપિયા મોકલી દીધા હતા. ત્યારબાદ તેઓ છત્રાલથી વીરમગામ પહોંચ્યા ત્યારે મુખત્યાર કુરેશીનો મોબાઈલ બંધ આવતો હતો અને ઘર અને ગોડાઉનમાં તપાસ કરવા છતાં મળી આવ્યા નહોતા. ફોન કરવા છતાં હજુ માલ કે રૂપિયા પરત આપતાં નથી ત્યારે મામલે કલોલ તાલુકા પોલીસે .ર૦ લાખની છેતરપીંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

(4:49 pm IST)