Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વડોદરામાં રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર વ્યાપાર શરૂ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી

વડોદરા:શહેરમાં રહેણાક વિસ્તારમાં વગર પરવાનગીએ અનેક વ્યાપારિક સંકુલો અને દુકાનો થઈ જાય છે. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી. પરંતુ જ્યારે કર્ણાટક જગ્યામાં દુકાનો શરૂ થઈ ગયા પછી સ્થાનિક રહીશો રજૂઆત કરે છે તે પછી મામલો મુખ્યમંત્રી ઓનલાઇન સુધી પહોંચે છે તે બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવે છે અને દુકાન સીલ મારવાની કાર્યવાહી કરે છે.

 

વડોદરા શહેરના પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ સંગમ ચાર રસ્તાથી હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીના મકાન નંબર 15 પરવાનગી લીધા વિના કોમર્શિયલ ઉપયોગના હેતુથી ત્રણ દુકાનોનું બાંધકામ કર્યું હોવાની વિગતો તંત્રને ધ્યાને આવતા આજરોજ ટીડીઓ ડિપાર્ટમેન્ટ ના બિલ્ડીંગ ઇસ્પેક્ટર કેયુર મિસ્ત્રી સહિતનો સ્ટાફદબાણ શાખા તથા વારસિયા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મા ફાર્મસી, હેર સલૂન અને લેડીઝ ટેલર ની ત્રણ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

(4:47 pm IST)