Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે ૮મીએ રાજ્યકક્ષાના ધરણા યોજાશે

રાજકોટ, તા. ૪ :. શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે અમદાવાદે કલેકટરને રજૂઆત કરી છે.

પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે, સાતમા પગાર પંચના બાકીના ભથ્થા સહિતના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહી આવે તો ૮ ડીસેમ્બરે રાજ્યકક્ષાના ધરણા યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષણીક મહાસંઘ અમદાવાદના હોદેદારો દ્વારા શિવસેના પડતર પ્રશ્નો ૪૨૦૦ ગ્રેડ પે, હેડ ટીચરના આર.આર. અને ઓવર સેટઅપ, સીપીડી શિક્ષકોને ઉચ્ચત્તર પ્રાથમિકમાં સમાવવા સાતમા પગાર પંચના બાકી ભથ્થાઓ આપવા વગેરે પ્રશ્નો ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવતી હોસ્પીટલ હેલ્થ ટેસ્ટની કામગીરી, કોરોના ટેસ્ટીંગ પોઈન્ટ પર કો-ઓર્ડીનેટરની કામગીરી, ડોર ટુ ડોર સર્વેની કામગીરી વગેરે બજાવે છે. જેથી સરકાર પાસે શિક્ષકોને અપેક્ષા છે કે તેમના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવામાં આવે.

(3:30 pm IST)
  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં લંડન સ્થિત વિજય માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસ મામલે ઇડીની કાર્યવાહી access_time 7:25 pm IST

  • હવે કર્ણાટક સરકાર પણ ' લવ જેહાદ ' કાનૂન લાવવાની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલા કાનૂન મુજબ ફરજીયાત ધર્માન્તર અને લગ્ન માટે 10 વર્ષની જેલસજા તથા 50 હજાર રૂપિયાનો દંડ : હરિયાણા તથા મધ્ય પ્રદેશની સરકાર દ્વારા થઇ રહેલી વિચારણા બાદ હવે કર્ણાટક સરકાર પણ લવ જેહાદ કાનૂન લાવવા તૈયાર : હોમ મિનિસ્ટરની ઘોષણાં access_time 8:47 pm IST