Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કૃષીબીલનાં વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણા : કલેકટર કચેરીની કૂચ પહેલા અને કાર્યકર્તાઓની અટકાયત

દિલ્હી ખેડૂત આંદોલનના રાજ્યમાં પડઘા : ગાંધીઆશ્રમ પાસે પોલીસનો બંદોબસ્ત : ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરાયા

અમદાવાદ : દેશની રાજધાની દિલ્હીમાં હાલ રાજ્ય ભરના ખેડૂતો કૃષિ બિલ અંગેના કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કાયદાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહરે માં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ છે.

  કોંગ્રેસના વિરોધના પગલે ગાંધીઆશ્રમ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવતા પોલીસે  કલેક્ટર કચેરીની કૂચ પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો.  કોંગ્રેસનું કહેવું છે કે, મોદી  સરકારના રાજમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે. જેથી ખેડૂતો દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(1:05 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • હવે કર્ણાટક સરકાર પણ ' લવ જેહાદ ' કાનૂન લાવવાની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલા કાનૂન મુજબ ફરજીયાત ધર્માન્તર અને લગ્ન માટે 10 વર્ષની જેલસજા તથા 50 હજાર રૂપિયાનો દંડ : હરિયાણા તથા મધ્ય પ્રદેશની સરકાર દ્વારા થઇ રહેલી વિચારણા બાદ હવે કર્ણાટક સરકાર પણ લવ જેહાદ કાનૂન લાવવા તૈયાર : હોમ મિનિસ્ટરની ઘોષણાં access_time 8:47 pm IST