Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અભયભાઇનું યોગદાન કયારેય નહીં વિસરાય : ગોરધનભાઇ ઝડફીયા

રાજકોટ તા. ૪ : ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ તેમજ ગુજરાત ભૂતપૂર્વ ગૃહપ્રધાન ગોરધનભાઇ ઝડફીયાએ રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરતા જણાવેલ કે અભયભાઇના જવાથી સંસદ જ નહીં પણ પક્ષ, સંઘ સહીતના સમાજના વિવિધ ક્ષેત્રના વર્ગો મંડળોને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

સૌ માટે મોટાભાઇની ભુમિકા સારનાર અભયભાઇ કિસાન સંઘના વાલી તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. કિસાનોના પ્રશ્ને થયેલા કેસોમાં એક ધારાશાસ્ત્રી તરીકે સંકટમોચક બની રહેતા.  તેમનું યોગદાન કયારેય નહીં વિસરી શકાય. તેમ જણાવી શ્રી ઝડફીયાએ શોકાંજલી અર્પી છે.

(11:23 am IST)
  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST