Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કચેરીના ધક્કા નહીં ખાવા પડે

મકાન બાંધકામની મંજૂરી ૨૪ કલાકમાં ઓનલાઈન મળશે

અમદાવાદ,તા. ૪: રાજયમાં હવે કોઈપણ મકાનનું બાંધકામ ૧૫ મીટરની ઊંચાઈ ધરાવતું હશે એના પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૭ મુજબ યોગ્ય હશે તો તેને ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન ૨૪ કલાકમાં આપી દેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન ૨.૦નાં કાલે મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેકટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં આવી ઓનલાઈન પદ્ઘતિ ફેસ લેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરવાનું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજય બન્યું છે. ટેકનોલોજીના મહત્ત્।મ ઉપયોગના પગલે પ્લાન પાસ થયા બાછી બાંધકામની પરવાનગી માટે કચેરીમાં ધક્કા નહીં ખાવા પડે. આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને ૨૪ કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યકિત મકાન બાંધકામ શરૂ કરી શકે. આ સાથે જ મુખ્યમંત્રીએ ભવિષ્યમાં પણ હાઈરાઈઝડ બિલ્ડિંગ માટં આ પ્રકારની પ્રક્રિયા અમલી બનાવવાની વાત કરી હતી.

મુખ્યમંત્રીએ  ODPSના લોન્ચ સમયે જણાવ્યું હતું કે, જે ૧ ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર પ્રતિબદ્ઘ છે. સાથે જ ૯૯ ટકા લોકોને તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ઘતા છે. નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ ઘરે બેઠા મળે તેવી પારદર્શક વ્યવસ્થાઓ વિકસાવી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી પ્રજાને મુકત કરવી છે.

 ODPS માટે બાંધકામ જમીનથી ૧૫ મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેકટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.

બાંધકામની મંજૂરી આપવા માટે ૧૫ વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે. ૧૫માં માર્જીન, પાર્કિંગ, બિલ્ડિંગની ઊંચાઈ, લિફ્ટ અને એલિવેટર્સ, એફએસઆઈ, સ્ટેરકેસ, ગ્રાઉન્ડ કવરેજ, કોમન પ્લોટ, એકસેસ રોડ-એપ્રોચ, ઓપન ટુ સ્કાય, સેટ બેક, ઝોન અને રોડની પહોલાઈને ધ્યાને લેવી, મહત્ત્।મ અને લઘુત્ત્।મ ફ્લોર હાઈટ, ઈન્ટરનલ રોડ, ફાયર રેગ્યુલેશન વેગેરનો સમાવેશ કરાયો છે.

(10:45 am IST)