Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજપીપળા ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે વેબીનારનુ આયોજન કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક સમાજ સુરક્ષા ખાતુ ગુ.રા.ગાંધીનગર હસ્તકની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,નર્મદા દ્વારા આજે તા.૦૩/૧૨/૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે વેબીનાર નુ આયોજન કરવામા આવ્યું હતું.
  આ વેબીનાર માં ધી રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીસએબીલીટીસ એક્ટ, ૨૦૧૬, તેમજ દિવ્યાંગજન ક્લ્યાણકારી યોજનાઓ વિશે એસ. વી. રાઠોડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નર્મદા દ્વારા વિસ્તુત જાણકારી આપવામા આવી. તેમજ દિવ્યાંગ મતદાર જાગ્રુતિ અને મતદારયાદિ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ,અંગે એ. આઈ. હળપતિ,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, નર્મદા દ્વારા વિસ્તુત માહીતી આપવામા આવી હતી.
 વધુમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પડેસ્ક ઓન WhatsApp (02640 224575) કાર્યરત હોય, જેનો જિલ્લાના દિવ્યાંગજન ૨૪ કલાક ઉપયોગ કરી, સમાજ સુરક્ષા કચેરીની વિવિધ યોજના તેમજ તેને આનુસંગીક પ્રશ્નનુ નિરાકરણ ઘર બેઠા મેળવવા જિલ્લાના દિવ્યાંગજન લાભાર્થીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આવકારવામા આવ્યા છે.

(10:45 pm IST)