Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

હરસિધ્ધિ માતાના ફેસબુક પેજ પર બિભત્સ ફોટા મુકવા બાબતે તપાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના હરસિધ્ધિ માતાના ફેસબુક એકાઉન્ટ ઉપર કોઈ વ્યક્તિએ મહિલાના બિભસ્ત ફોટા મુકી હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયાસ કરતા ભકતોની લાગણીને ઠેસ પહોંચી હતી.આ બાબતે આ કેસની તપાસ કરતા પી.આઇ.એ.આર.જાદવે જણાવ્યું હતું કે અમે આ બાબતે ફેસબુકના નોડલ અધિકારી સાથે સતત ફેસબુક પેજના સંપર્કમાં છીએ, હાલ તો આ ફેસબુક પેજની કવર સ્ટોરી બ્લોક કરાવી છે.પણ કોઈ પણ ફેસબુક પેજ પર કવર સ્ટોરી એડમીન જ મૂકી શકે, ખરેખર આ પેજનો એડમીન કોણ છે તે અધિકારી ઓના સંપર્કમાં ક્લિયર થતું નથી.કોઈ એડમીને પોતાનું સિમ કાર્ડ બદલ્યું હોય અને નવું સિમ કાર્ડ લીધું હોય, જૂનું સિમ કાર્ડ ૩ મહિના સુધી વપરાશ ન થાય અથવા બંધ રહે તો એ સિમ કાર્ડ ઓટોમેટિકલી અન્ય ગ્રાહકને જે તે કંપની ફાળવી દેતી હોય છે.હવે કોઈ વિકૃત મગજના વ્યક્તિ પાસે એ સિમ કાર્ડ આવી જાય તો આવું બની શકે છે.

(10:37 pm IST)