Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વાપીમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી 16 વર્ષનો સગીર ઝબ્બે

ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના

 

વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષની બાળકી સાથે 16 વર્ષનાં સગીર દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે.

  બાળકીએ પાડોશમાં રહેતા સગીરે બાળકીને પોતાનાં ઘરમાં લઇ જઇને દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી વાપીની જ એક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે સમગ્ર મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે. જો કે આરોપી 16 વર્ષનો સગીર હોવાનાં કારણે ઘટનાની ગંભીરતા ખુબ જ વધી જાય છે

(1:25 am IST)