Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરો : મોડીરાત્રે પરીક્ષાર્થીઓના ગાંધીનગરમાં ધામા -દેખાવો ચાલુ

'જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

ગાંધીનગર : બિનસચિવાલય કલાર્કનીપરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. આ ઉમેદવારો સરકાર સામે નમતું મૂકવાના મૂડમાં નથી. રાતે પણ ઉમેદવારો હટયા નથી અને  વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માગ સાથે દેખાવો ચાલુ રાખ્યા છે.

  આ પહેલા સવારે ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે.

 આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં એફઆઈર (FIR) નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ તમામ પ્રતિક્રિયાની વચ્ચે આંદોલન જાહેર કરનાર કર્મશીલ યુવરાજસિંહ જાડેજા એલાન કર્યુ છે કે 'જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે'

(12:46 am IST)