Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કોમ્પ્યુટર માર્કેટમાં ૧૫.૮ ટકાથી વધુનો ગ્રોથ રેટ છે

એક્સકલુઝીવ સ્ટોરનું ઉદ્ઘાટન

અમદાવાદ, તા.૪ : ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(આઇડીસી)ના ૨૦૧૯ના ત્રીજા કવાર્ટરના તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ડેસ્કટોપ્સ, લેપટોપ-નોટબુક અને વર્કસ્ટેશન્સના ૩.૧ મિલિયન યુનિટના વેચાણ સાથે ૧૫.૮ ટકાથી વધુનો ગ્રોથ રેટ કોમ્પ્યુટર માર્કેટમાં નોંધાયો છે ત્યારે સ્માર્ટફોન્સના ચલણ છતાં લેપટોપ-કોમ્પ્યુટરનું માર્કેટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે  ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈન્ડિયાએ અમદાવાદમાં તેના અનોખા નવા સ્ટોરના લોન્ચની ઘોષણા કરી હતી. આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસાર અને સ્ટોરના માલિક સુનંદન કુમાર ધોમેજાએ આજે આસુસ એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદઘાટન કર્યુ હતું. આ સ્ટોરમાં વ્યાપક રેન્જમાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર હાર્ડવેર સામેલ છે જેમાં બ્રાન્ડની ફ્લેગશીપ પ્રોડક્ટ્સ જેમકે વીવોબૂક, ઝેનબૂક, ઝેનબૂક-ફ્લીપ, ઝેનબૂક ડ્યુઓ અને રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સામેલ છે.

                બ્રાન્ડનો નવા આસુસ એક્સકલુઝીવ સ્ટોર હરિ પ્રિયા કમ્પ્યુટર્સ, શોપ નં. ૭, ગ્રાઉન્ડ ફ્લોર, ફેરડીલ હાઉસ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે સ્થિત છે. આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસારે જણાવ્યું હતું કે, આ નવા સ્ટોરની રજૂઆત એ આસુસની તેની માર્કેટમાં ઉપસ્થિતિ વિવિધ માર્કેટ ટીઅર્સમાં વિસ્તરિત કરવાના વિઝનનો એક હિસ્સો છે અને તે આ નાણાકીય વર્ષના અંત અગાઉ ૧૦૦ સ્ટોર શરૂ કરવાનો હેતુ ધરાવે છે. આ સાથે જ વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૦૦ સ્ટોર્સ શરૂ કરી યુઝર્સ સાથે જોડાવાનો આસુસનો પ્રયાસ રહેશે. આ સ્ટોર યુઝર્સને બ્રાન્ડના અદ્યત્તન અને ફ્લેગશીપ પ્રોડક્ટ્સમાં સરળ એક્સેસ યુઝર્સને આપશે.

                રસ ધરાવતા ગ્રાહકો ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને આસુસની વીવોબૂક, ઝેનબૂક, ઝેનબૂક-ફ્લીપ, ઝેનબૂક ડ્યુઓ અને રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સહિતની ઈનોવેટિવ અને નવીનતમ પ્રોડક્ટ્સનો અનુભવ લઈ શકે છે. આસુસ ઈન્ડિયાના કમર્શીયલ અને ગેમીંગ પીસીના બિઝનેસ હેડ-કન્ઝ્યુમર આર્નોલ્ડ સુએ જણાવ્યું કે, નવા સ્ટોરના લોન્ચ સાથે, અમે સફળતાપૂર્વક આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૧૦૦ નવા સ્ટોર્સ શરૂ કરવાના અમારા વિઝનને વેગ મળ્યો છે. આસુસ રિટેલ ટેકનોલોજીને રિઈન્વેન્ટ કરે છે જેથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રી અને ગ્રાહક અનુભવને આગળ વધારી શકાય. રસ ધરાવતા યુઝર્સ ગમે ત્યારે સ્ટોરની મુલાકાત લઈને તેમના હાથ આસુસની ઈનોવેટિવ અને કટિંગ-એજ પ્રોડક્ટ્સ પર હાથ અજમાવી શકે છે. આસુસ એક્સ્લુઝિવ સ્ટોર્સ ઉપરાંત, એસસસ રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા જેવા અન્ય લાર્જ ફોર્મેટ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો સાથેનો મજબૂત જોડાણ પણ ધરાવે છે. ભારતમાં ૬૦૦થી વધુ જિલ્લાઓમાં અમુક હજાર રિસેલર્સ સાથે મજબૂત રિટેલ નેટવર્ક પણ ધરાવે છે.

(10:15 pm IST)