Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરતના પાંડેસરામાં કારખાનેદાર પાસેથી 12.92 લાખની મતાનું કાપડ ખરીદી દિલ્હીના બે ઠગ વેપારી રફુચક્કર થઇ જતા વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ

સુરત: શહેરમાં પાંડેસરાના જીઆઇડીસીના કારખાનેદાર પાસેથી રૂા. 12.92 લાખની મત્તાના લેડીઝ શુટ અને દુપટ્ટા ખરીદી છેલ્લા બે વર્ષથી પેમેન્ટ માટે ધક્કે ચઢાવનાર દિલ્હીના બે ઠગ વ્યાપારી વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે.

શહેરના ન્યુ સીટીલાઇટ રોડ સ્થિત આર્શીવાદ રેસીડેન્સીમાં રહેતા હરજીતસીંગ સંતોષસીંગ છાબડા પાંડેસરા જીઆઇડીસીના સેન્ટ્રલ પાર્કમાં બી-82થી 84 માં કાપડનું કારખાનું ઘરાવે છે. વર્ષ 2017ના જુન મહિનામાં હરજીતસીંગ પાસેથી દિલ્હીના બે વ્યાપારી કરમસિંહ અત્તરસિંગ (રહે. ટેન્ક રોડ, કરોલ બાગ, નવી દિલ્હી) અને સેવાસીંગ (રહે. જુના મહાવીર નગર, તિલકનગર, નવી દિલ્હી) એ રૂા. 12.92 લાખની મત્તાના ડ્રેસ મટીરીયલ્સ ખરીદયું હતું. જેનું પેમેન્ટ વ્યાપારી ધારાધોરણ મુજબ 60 દિવસમાં ચુકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ બંન્ને વ્યાપારીએ પેમેન્ટ સમયસર ચુકવ્યું ન્હોતું અને હરજીતસીંગે વારંવાર ઉઘરાણી કરતા આજકાલમાં પેમેન્ટ આપી દઇશું એમ કહી ધક્કે ચઢાવ્યા હતા.

(5:34 pm IST)