Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરતના ભાગતળાવ વિસ્તારમાં બ્રાંન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ બનાવનાર દુકાનમાં પોલીસે દરોડા પાડી 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત:શહેરના ભાગતળાવ વિસ્તારની બોમ્બે ટાઇમ્સ નામની દુકાનમાંથી પોલીસે કેશીયો કંપનીની કાંડા ઘડિયાળ 450 નંગ ઘડિયાળ અને બેલ્ટ મળી કુલ રૂા. 3.45 લાખનો મુદ્દામાલ અઠવાલાઇન્સ પોલીસે કબ્જે લીધો હતો.

હરિયાણાના ગુડગાંવના સોહના રોડ સ્થિત પ્રોટેકટ આઇ.પી. સોલ્યુશન એલ.એલ.પી. નામની કંપનીને કેશીયો કંપની દ્વારા કોપી રાઇટ્સના કેસો કરવાના રાઇટ્સ આપવામાં આવેલા છે. જે અંતર્ગત ગુજરાતના રિજનલ મેનેજર મનીષ ગણપત પટેલ (રહે. રિધ્ધી સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ) એ ગત રોજ અઠવાલાઇન્સ પોલીસની મદદથી ભાગતળાવની ગુંબજવાલી મસ્જિદની બાજુમાં આવેલી બોમ્બે ટાઇમ્સ નામની દુકાનમાં દરોડા પાડયા હતા.

(5:34 pm IST)