Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આણંદ: વિદ્યાનગર પોલીસે રિક્ષામાં મુસાફરોને ચપ્પુની અણીએ રાખી લૂંટ ચલાવનાર ગેંગના બે સભ્યોની રંગે હાથે ધરપકડ

આણંદ:વિદ્યાનગર પોલીસે ઓટીરીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી ચપ્પુ બતાવી દાગીના તેમજ કિંમતી સામાનની ચોરીઓ કરતી મહેમદાવાદની ગેંગના બે સાગરીતોને સોનાની ચેઈન, લક્કી તથા ઓટોરીક્ષા મળી કુલ્લે રૂા.૧,૯૦,૫૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

છેલ્લા કેટલાક વખતથી આણંદ તથા વિદ્યાનગરમાં એકલ-દોક્કલ પેસેન્જરને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના દાગીના કાઢી ચોરી કરવાના તેમજ રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરીઓના બનાવોનું પ્રમાણ વધતા અને આવા ગુનાઓ કરનાર ઈસમો વિદ્યાનગર તેમજ આણંદના જુદા-જુદા વિસ્તારોમાં  રીક્ષામાં ફરી ગુના આચરતા હોય આવી ચોરીઓના વધી ગયેલ ઉપદ્રવના પગલે વિદ્યાનગર પોલીસે ટીમ બનાવી આ ટોળકીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસે જિલ્લામાં બનેલ આવા બનાવો અંગે ઝીણવટપૂર્વક તપાસ કરતા આણંદની કોઈ ગેંગ કાર્યરત હોવાનું જણાઈ આવતા તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.  દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની ટીમ વિદ્યાનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ગુપ્ત બાતમીના આધારે વિદ્યાનગર પોલીસે ઈસ્કોન મંદિર નજીક વોચ ગોઠવી હતી.

(5:33 pm IST)