Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આણંદ એસીબી પોલીસે ઇન્કમટેક્ષ રિટર્નની ફાઈલમાં ઓફિસરને 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા

આણંદ:એસીબી પોલીસે ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલમાં એસેસમેન્ટ ઓર્ડર કરવા માટે આણંદના ઈન્કમટેક્ષ ઓફીસર દ્વારા માંગવામાં આવેલ લાંચના કિસ્સામાં છટકું ગોઠવી ઈન્કમટેક્ષ ઓફિસર તથા તેના સાગરીતને આબાદ રીતે ઝડપી પાડતા આણંદ જિલ્લાના સરકારી ઓફિસરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ આણંદ ખાતે રહેતા એક અરજદાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨નું ઈન્કમટેક્ષ રીટર્ન આણંદની ઈન્કમટેક્ષ ઓફિસમાં ફાઈલ કરાવાયું હતું. જો કે ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કર્યું હોવા છતાં આણંદના ઈન્મકટેક્ષ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડે અરજદારને ૧૪૮ની નોટિસ આપી વર્ષ ૨૦૧૧-૧૨ના હિસાબો તથા બીલો રજૂ કરવા જણાવ્યું હતું. જે હિસાબો તથા બીલો અરજદારે ઈન્કમટેક્ષ કચેરી આણંદ ખાતે જમા કરાવ્યા હતા.

(5:32 pm IST)