Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઠાસરાના કોતરીયા ગામે પ્રથામિક શાળામાં અભ્યાસ કરનાર બાળકોનું ભવિષ્ય જોખમાયું: બાળકોને જર્જરિત ઓરડામાં બેસીને અભ્યાસ કરવાની નોબત આવી

ઠાસરા: શહેરમાં સ્કુલ ચલે હમ...ઠાસરા તાલુકાના મોટા કોતરીયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનુ ભવિષ્ય જોખમાયુ છે.શાળાનુ મકાન જર્જરીત થતા એક ઓરડામાં બેસીને બાળકોને અભ્યાસ કરવો પડી રહ્યો છે.પુરતી સંખ્યામાં બાળકો અને શિક્ષકો હોવા છતા બાળકો માટે અભ્યાસ કરવાના ઓરડા નથી.

મોટા કોતરીયા પ્રાથમિક શાળામાં  ધો-૧ થી ૮ કુલ ૧૮૭ વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્યાસ કરે છે.જેમાં ૯૨ દિકરીઓ અને ૯૫ દિકરાઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળામાં છ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભૂ થયુ છે.શાળામાં કુલ ૬ ઓરડાઓ આવેલા છે.જેમાં ૧-ઓરડો આર.સી.સી થી બનાવવામાં આવ્યો છે.બીજા પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.જે ગમે ત્યારે તુટી શકે તેમ છે.આ ઓરડામાંથી ૨ ઓરડામાં છત પર નાખવામાં આવેલ વિલાયતી નળિયા તુટી ગયેલી હાલતમાં છે.ઓરડામાં ૩ ઓરડા વર્ષોથી બનાવવામાં આવ્યા છે.જેથી છત પરથી પોપડા અને છત જર્જરીત બની છે.

(5:32 pm IST)