Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ખેડા જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માત: એસ.ટી.બસે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા.જેમાં પહેલો અકસ્માત નડિયાદ-વસો રોડ પર આવેલ પીજ ફાટક પાસે,જ્યારે બીજો ગમખ્વાર અકસ્માત ખેડાના વાસણાબુઝર્ગ સીમમાં થયો હતો.બંને અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજયા હતા.

ખેડાના વાસણાબુઝર્ગ પાસે એસ.ટી અને સી.એન.જી.રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સી.એન.જી.રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇને જઇ રહ્યા હતા.તે સમયે એસ.ટી.બસ(સુરત-જામનગર)ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇ પૂર્વક હંકારી સી.એન.જી.રીક્ષાને ટક્કર મારી હતી.જેથી રીક્ષામાં બેઠેલ મનુભાઇ રામભાઇ ઠાકોર ઉં.૪૮ ને ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ ઘટના સ્થળે મૃત્યુ થયુ હતુ.આ બનાવ અંગે રણછોડભાઇ રામભાઇ સોલંકી રહે,રઢુ બાપુનો પા એ ખેડા પોલીસ મથકે એસ.ટી.ના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

(5:31 pm IST)