Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરતમાં અલકાપુરી બ્રિજ નજીક પોલીસે બિનવારસી 41 કિલો ગાંજાનો જથ્થો રેલવે ટ્રેક પરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં સ્ટેશન સુમુલ ડેરી રોડ અલ્કાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેક પાસેથી સુરત આરપીએફએને બિનવારી 42 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૃા. 5.52 લાખની મત્તાનો મળી આવતા કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત આરપીએફ દ્વારા આજ રોજ બપોરના અરસામાં પેટ્રોલીંગ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન સ્ટેશન સુમુલ ડેરી રોડ સ્થિત રેલવે ટ્રેક પરના માલીયાવાડ અલકાપુરી બ્રિજ નીચેથી બિનવારસી હાલતમાં પડેલું એક પોટલુ નજરે પડયું હતું. આ અંગે આરપીએફના સ્ટાફે તપાસ કરતા તેમાંથી 42 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૃા. 5.52લાખની મત્તાનો મળી આવ્યો હતો.

(5:30 pm IST)