Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આણંદમાં ઇન્કમટેક્સ અધિકારી-ચાર્ટડ એકાઉન્ટન્ટ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

બંનેની જોડી છેલ્લા કેટલાક સમયથી વેપારીઓને ખોટી રીતે નોટિસ આપીને ડરાવતા હતા

આણંદ: ACBએ ઇન્કમટેક્સ અધિકારી વર્ગ-2 અને ચાર્ટડ એકાઉન્ટન્ટના ગોળખધંધા ખુલ્લા પાડી દીધા છે, જાણવા મળ્યું છે કે આ બંનેની જોડી છેલ્લા કેટલાક સમયથી વેપારીઓને ખોટી રીતે નોટિસ આપીને ડરાવતા હતા, ભેગા મળીને વેપારીઓનો તોડ કરતા હતા, આણંદ વોર્ડ નંબર-1ના ઇન્કમટેક્સ અધિકારી કિશોર નાથુભાઈ રાઠોડે ફરયાદીને એસેસમેન્ટ માટે નોટિસ ફટકારી હતી, વર્ષ 2011-12નું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હોવા છંતા ફરીથી હિસાબો રજૂ કરવા બોલાવ્યાં હતા, 148ની નોટિસ મળતા વેપારી ડરી ગયા હતા, આખરે તેમને 50 હજાર રૂપિયાની લાંચ આપવાની તૈયારી બતાવી હતી, જો કે તેઓ સાચા હોવા છંતા તેમને હેરાન કરાઇ રહ્યાં હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીને ખબર ન હતી કે વડોદરાના તેમના જ સીએ પ્રમેશ દોષી પણ આ સમગ્રકાંડમાં સડોવાયેલા છે, દોષીએ ફરિયાદીને ડરાવ્યાં હતા, કહ્યું હતુ કે આપણી પાસે આટલા જૂના હિસાબો નથી, જેથી આપણે ફસાઇ જવાના છીએ તેના કરતા આઇટી ઓફિસરને 50 હજાર રૂપિયા આપવા સારા, બાદમાં ફરિયાદીએ 25000 રૂપિયાની લાંચ આપવી પડી હતી,

 બાકીની રકમ મંગળવારે 10 હજાર રૂપિયા લેતા ઇન્કમટેક્સ ઓફિસર કિશોર રાઠોડ અને સીએ પ્રમેશ દોષી એસીબીના હાથે ઝડપાઇ ગયા છે, તપાસમાં સામે આવ્યું છે કે અધિકારી અને સીએએ લાંચની રકમ 25-25 હજાર લેખે વહેંચી લેવાનું નક્કિ કર્યું હતુ, શહેરની ડીએન સ્કૂલની સામે આવેલા બિલ્ડીંગમાં એમ.એ.શાહ એન્ડ કંપનીની ઓફિસમાં લાંચ લેવા આવેલા ભ્રષ્ટાચારીઓની ઉંડી તપાસ ચાલી રહી છે, આ શખ્સોએ પહેલા પણ આવા ધંધા કર્યાનું જાણવા મળ્યું છે.

(12:08 pm IST)