Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવવા મતદાન મહત્વનુઃ કલેકટર રાણા

રાજકોટ તા. ૪: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં જયારે ચૂંટણી યોજાય છે ત્યારે યુવા મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ અને ઉત્સવ જોવા મળતો હોય છે. જે દેશની લોકશાહીને મજબૂત કરવા મતદાન મહત્વનું બની રહેતું હોય છે તેમ જિલ્લા કલેકટર શ્રી દિલીપકુમાર રાણાએ કહ્યું હતું. આણંદ ખાતે ફુડ ટેકનોલોજી કોલેજના હોલમાં યોજાયેલ યુવા મતદાર જાગૃતિ અભિયાનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવકપ્રયુવતીઓને સંબોધતાં જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ યુવાઓને મતદાન જાગૃતિ, મતદાર તરીકે નોંધણી અને ચૂંટણી પંચની ઓનલાઇન સેવાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.

આણંદ જિલ્લામાં ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૬ઠ્ઠી ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ૧પ્ર૧પ્ર૨૦૨૦ની લાયકાતે ૧૮ વર્ષ પુરા કર્યા હોય તેવા યુવાવર્ગને પોતાના નામની મતદાર યાદીમાં નોંધણી કરાવી લેવા પણ  કલેકટર અનુરોધ કર્યો હતો.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ ૧૮ વર્ષ પુરાં થતા હોય તેવા યુવકપ્રયુવતીઓને મતદાતા બનવા માટે પ્રેરણા આપતું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

  કાર્યક્રમમાં આચાર્ય શ્રી એમ. બી. પટેલ અને શ્રી આર. એફ. સુથાર, નાયબ મામલતદાર શ્રી ચિંતન સંઘાણી અને કૃષિ યુનિવર્સિટી કેમ્પસની તમામ કોલેજોના યુવકપ્રયુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(11:53 am IST)