Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

CBSEએ ધો.10 અને 12ની પરીક્ષા પેટર્નમાં કર્યો ધરખમ ફેરફાર:વર્ષ 2019-20 થશે લાગુ

હવે દરેક વિષયના પેપરમાં 25 ટકા વૈકલ્પિક પ્રશ્નોનો ઉમેરો :પાસ થવા માટે 33 ટકા ગુણ મેળવવા જરુરી

 

અમદાવાદ : CBSE દ્વારા ધો.10 અને ધો. 12ની પરીક્ષાના પેપરની પેટર્નમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે દરેક વિષયના પેપરમાં 25 ટકા વૈકલ્પિક પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સમજણશક્તિ વધે તે માટે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંસદમાં પૂછવામાં આવેલાં પ્રશ્નમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે જવાબ આપ્યો કે CBSE 2019-20થી પરીક્ષાની પેટર્નમાં બદલાવ કર્યો છે. દરેક પ્રશ્નપત્રમાં 20 ટકા વૈકલ્પિક પ્રશ્નો અને 10 ટકા ક્રિએટીવ પ્રશ્નો રાખવામાં આવશે. સિવાય વિદ્યાર્થીઓને ઈન્ટરનલ ઓપ્શન પણ મળી શકશે.

CBSE અગાઉ પણ જાહેરાત કરી હતી કે પેટર્નમાં બદલાવ થઈ શકે છે. સિવાય ધો.10ના વિદ્યાર્થીઓને કોઈપણ વિષયમાં પાસ થવા માટે 33 ટકા ગુણ મેળવવા જરુરી છે. જે વિદ્યાર્થીઓ 12માં ધોરણમાં છે તેઓએ પણ પ્રેક્ટીકલ, થીયરી અને ઈન્ટરનલ એસેસમેન્ટમાં 33 ટકા ગુણ પાસ થવા માટે જરુરી છે. ધો. 12ની પરીક્ષામાં 70 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 23 અને 80 ગુણ હોય તો 26 ગુણ પાસ થવા માટે મેળવવા જરુરી છે

(12:31 am IST)