Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઝઘડીયા પંથકમાં સગીરા સાથે 36 વર્ષના ઢગાએ આચર્યું દુષ્કર્મ :પોલીસ તપાસ શરૂ

પોલીસ દ્વારા બાળકીને મેડિકલ ચેકઅપ અર્થે ખસેડાઇ

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમા અન્ય છોકરાઓ સાથે બકરી ચરાવવા ગયેલી ૧૧ વર્ષીય બાળા સાથે એક  36 વર્ષીય આધેડે બાળાને શેરડીના ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ ઝઘડીયા પોલીસ મથકે નોંધાતા ચકાચાર મચી જવા પામી છે.

  મળતી માહિતિ અનુસાર ઝઘડીયાના એક ગામમાં બકરા ચરાવવા ગયેલ ૧૧ વર્ષીય બાળાને એક આધેડે પોતાની હવશનો ભોગ બનાવી હોવાની પોલીસ ફરીયાદ ઝાઘડીયા પોલીસ મથકે બાળકીની માતાએ નોંધાવી હતી.બાળકીની માતાએ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેમની ૧૧ વર્ષીય બાળાને બપોરના સમયે પટાવી ફોસલાવી ૩૬ વર્ષીય આધેડે શેરડી તોડી આપવાની લાલચ આપી તેને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો.ત્યાં શેરડી તોડી આપવાના બહાને તેણી સાથે દિષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેણે બાળાને ઘમકીપણ આપી હતી કે જો કોઇને બાબતની જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ

  આધેડની ધમકી અને પોતાની સાથે થયેલ કૃત્યથી બાળકી હેબતાઇ ગઈ હતી. છેવટે બાળકીની માતાએ બાળકીના ગુપ્તાંગ માંથી લોહી નીકળતું જોતાં તે વાત તેણે તેના પતિને કરી પોતાની દિકરીને પ્રમથી પુછતાં તેણીએ તેના ગામના ૩૬ વર્ષીય આધેડે તેની સાથે કરેલ સમગ્ર કથની વર્ણવી હતી.ઝઘડીયા પોલીસે બાળકીની માતાની ફરીયાદના આધારે તેણીને મેડીકલ ચેકઅપ અર્થે ખસેડી આરોપીને જેલભેગો કરવાની કવાયત આરંભી છે.

(10:42 pm IST)