Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર ટ્રક ચાલકને માર મારી 14 હજારની લૂંટ ચલાવનાર એક શખ્સ પોલીસના સકંજામાં

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલી સામરખા સીમમાં ટ્રક ચાલકને માર મારીને ૧૪ હજારની મત્તાની લૂંટ કરવાના કેસમાં નાશતા ફરતા વધુ એક શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસના હવાલ ેકર્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૭-૫-૨૦૧૮ના રોજ રાત્રીના સુમારે એક્સપ્રેસ હાઈવે પરથી જઈ રહેલી એક ટ્રક સામરખા સીમમાં ઊભી રહી હતી. દરમ્યાન ઝાડીમાંથી ઘસી આવેલા ચારથી પાંચ જેટલા શખ્સોએ ડ્રાયવરને ડીસમીસના ગોદા મારીને તેમજ ગડદાપાટુનો માર મારીને તેની પાસેથી ૧૪ હજારની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ઠાસરા તાલુકાના જેસાપુરાની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અસીમ હરીશચન્દ્ર ચાવડા નાશતો ફરતો હતો. દરમ્યાન આજે એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, અસીમ ચાવડા ચીખોદરા ચોકડીએ આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. 

 

(5:57 pm IST)