Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખંભાતના વૈણજમાં ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત ખાતેદાર બનનાર બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા કાર્યવાહી શરૂ

ખંભાત:તાલુકાના વૈણજ ગામની સીમમાં આવેલી એક જમીનના બોગસ દસ્તાવેજના આધારે ખેડૂત ખાતેદાર બનનાર બે વિરૂધ્ધ ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વૈણજ ગામના તલાટી કમ મંત્રી મહાવીરસિંહ કલ્યાણસિંહ પરમારને ગત ૩૦મી મેના રોજ જિલ્લા કલેક્ટરના ચીટનીશ દ્વારા અરજદરા કનકસિંહ છનુભાઈ ગોહિલ દ્વારા આપવામાં ઓવેલી અરજી અને દસ્તાવેજો મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૨૫૧વાળી જમીન બાબતે અનધિકૃત રીતે ચેડાં કરીને કાવતરું રચી ખોટુ રેકર્ડ ઉભુ કર્યાનુ ંજણાવ્યું હતુ. આ બાબતે તપાસ કરીને કસુરવારો વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતુ. જેથી તલાટી કમ મંત્રીએ વારસાઈ ફેરફારની નોંધની જરૂરી નકલો મેળવીને તપાસ કરતાં રાજેશભાઈ ભગવાનભાઈ તથા છબીલભાઈ રાજેશભાઈના મરણ ગયેલા દાખલા હસમુખભાઈ છબીલદાસ તથા નર્મદાબેન છબીલદાસ દ્વારા રજૂ કરવામા ંઆવ્યા હતા. આ બન્ને મરણ ગયા અંગેની કોઈ નોંધ ગ્રામ પંચાયતના રેકર્ડ પર ના હોવા છતાં પણ વૈણજ ગ્રામ પંચાયતનો સીક્કો પણ દાખલા ઉપર મારવામાં આવ્યો હતો. 

આ દાખલાના આધારે પેઢીનામુ પણ બનાવી લીધું હતુ. તપાસ કરતાં હસમુખભાઈ તેમજ નર્મદાબેન વૈણજ ગામે રહેતા નહોતા તેમ છતાં પણ તેઓએ બોગસ દસ્તાવેજના આધારે ખંભાતની મામલતદાર કચેરીએ રજૂ કરીને ખોટા ખેડૂત ખાતેદાર બની ગયા હતા. આ અંગે તેઓએ ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

(5:55 pm IST)