Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વડોદરાના શેરખીમાં માટી ખનન મુદ્દે 4.44 કરોડનો દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી

વડોદરા:શેરખી ગામે રેલવેના કામમાં ગેરકાયદે માટી ખનન મુદ્દે કુલ રૃા.૪.૪૪ કરોડથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યા બાદ આ દંડની વસુલાત માટે એલ એન્ડ ટી તેમજ મેસર્સ શાહ લોકેશ કંપની સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

 ગેરકાયદે માટી ખનન અંગે ગ્રામજનો દ્વારા ફરિયાદ થતા ખાણખનીજખાતાએ શેરખી ગામે દરોડો પાડી ચેકીંગ કર્યા બાદ માપણી કરતા બે સ્થળેથી સાદી માટીનું બિનઅધિકૃત ખનન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું  હતું.  શેરખીના સર્વે નંબર-૬૧૨ પૈકી વાળા વિસ્તારમાંથી લાર્સન એન્ડ ટુર્બો કંપનીને ૫ લાખ મેટ્રિક ટન સાદી માટી ખનન અંગે પરમીટ આપવામાં આવી હતી જેના બદલામાં ૯૦૭૦ મેટ્રિક ટન વધુ ખાણકામ કર્યું હતું.

 

(5:40 pm IST)