Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પેપર ફૂટવાની ઘટનામાં સચિવાલય અને ભાજપ કાર્યાલયથી દોરી સંચાર ? ધાનાણીનો ગંભીર આક્ષેપ

મુખ્યમંત્રી પ્રજાની માફી માંગી રાજીનામું આપે : વિપક્ષી નેતા : કાલે અનામત મુદ્દે ગાંધીનગરમાં ધાનાણી-હાર્દિક પટેલની બેઠક

ગાંધીનગર, તા. ૪ :. ૯ લાખથી વધારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આવા ચેડા કરનારાને કાયદાકીય રીતે વિરોધ પક્ષની માંગણી સાથે ન્યાયીક તપાસ કરવી જોઈએ. ભૂતકાળમાં આવી પરીક્ષાઓમાં અનિયમીતતા આચરી અને પરીક્ષા મોકુફ રાખી હોય તેવા કિસ્સામાં તપાસ થવી જોઈએ.

પરેશ ધાનાણીએ ભારે આક્રોશ સાથે જણાવ્યુ કે રાજ્યની પ્રજાએ જેમને યોગ્ય મત આપી સત્તાના સુકાન આપ્યા જયારે સ્વર્ણિમ સંકુલમાં બીરાજતા મુખ્યમંત્રી જવાબદાર મંત્રી એન કમલમ કાર્યાલયથી થતા દોરી સંચારથી લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા જાહેરમાં ગુજરાતની પ્રજાની માફી માંગે અને જો માફી માંગવાની તાકાત ન હોય તો પોતાના હોદા પરથી રાજીનામા આપવા જોઇએ.

આ પ્રકરણમાં મોટા માથાઓ જે મગરમચ્છ કહેવાય તેમને કોઇ અસર થતી નથી.

અને નાની માછલીઓને મારી નાંખવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આના મુખ્ય સુત્રધારોના છેડા કમલમ અને સ્વર્ણિમાં એકમાં જોડાયેલા છે. સવર્ણિમના માર્ગદર્શનથી કમલમ સુધી ગઠબંધનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું આ પરિસ્થિતિના કારણે ગુજરાતની પ્રજાને વિશ્વાસ ઉઠી ગયો છે.

હવે ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને જસદણની પેટાચૂંટણીથી ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં આવશે અને ભાજપની સરકારને મોટી લપડાક પડશે.

તેમણે જણાવ્યું કે પેપર લીંક કરવાની સાથે પેપર લીક કરી વેચાણ કરનારા સામે પગલા ભરવા જોઇએ.

પરેશ ધાનાણી આવતીકાલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને હાર્દિક પટેલ સાથે અનામત મુદ્દે બેઠક યોજાશે.

(4:11 pm IST)