Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગોધરામાં ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણની આશંકામાં તપાસ માટે આવેલી ટીમ પર હુમલો

રાજસ્થાન પીએન્ડડીટીની ટીમની ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં તપાસ ;નર્સની ધરપકડ કરતા તેણીના સાગરીતોએ કર્યો હુમલો :કોન્સ્ટેબલને ઇજા :કારમાં તોડફોડ

ગોધરામાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણને લઈને તપાસ માટે આવેલી ટીમ પર હુમલો થયો છે. રાજસ્થાન પીએન્ડડીટીની ટીમેં ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં ગર્ભ પરીક્ષણ થતુ હતુ કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં વચેટીયા તરીકે નર્સ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લાવતી હતી. ત્યારે સંતરોડ પર રહેતી નર્સની પણ સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ થઈ હતી અને નર્સના સાગરિતોએ મોરવા હડફના સંતરોડ પર તપાસ માટે આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.

જેમાં કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. તો કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ માટે આવેલી ટીમ પર થયેલા હુમલાને લઈને 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલમાં ટીમ દ્વારા મેટરનીટી હોમને સીલ કરવાની કાર્યવાહી કરી છે.

(1:48 pm IST)