Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દિવાળી પછી એમ્બ્રોઇડરી - સ્ટિચિંગના એકમોની હાલત કફોડી :કામકાજ ઓછું :અડધોઅડધ બંધ :

સુરત :કાપડબજારમાં હજુ કામકાજો પહેલાની જેમ રાબેતા મુજબ થયા નહીં હોવાને કારણે એમ્બ્રોઇડરી અને સ્ટિચિંગના એકમો માટે સ્થિતિ હજુ ખરાબ છે. દિવાળી પહેલા જે સ્થિતિ હતી તેના જેવી સ્થિતિ અત્યારે છે.

એમ્બ્રોઇડરીના એકમો એક પાળીમાં ચાલી રહ્યા છે, જ્યારે સ્ટિચિંંગના એકમો પાસે રો-મટીરાયલ માંડ ત્રીસેક ટકા જેટલું જ છે. એમ્બ્રોઇડરી એકમોને કારીગરીની સમસ્યા નથી. પણ, ટેક્સટાઇલ ઉદ્યોગના અન્ય સેગમેન્ટમાં કારીગરોની સમસ્યા છે.

જીએસટી પછી રોકડના કામકાજમાં ખૂબ જ ઘટાડવા આવી ગયો હોવાને કારણે દિવાળી પછી પણ કાપડબજારમાં કામકાજોમાં ગતિ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગની એક આખી શૃંખલાને અસર પડી છે, બહારગામ ખરીદીઓ સીમિત થઈ ગઈ છે, તેને કારણે વેપારીઓનાં કામકાજમાં પણ ઘટાડો આવી ગયો છે,આથી એમ્બ્રોઇડરી એકમો પાસે પણ કામકાજ ઓછું થયું છે અને પરિણામે એમ્બ્રોઇડરીના યુનિટો અત્યારે એક પાળીમાં ચાલી રહ્યા છે એમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

(12:29 pm IST)