Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પેપર લીકના મુખ્ય સૂત્રધાર યશપાલસિંહની અટક સોલંકી કે ઠાકોર ? રહસ્ય અકબંધ

વડોદરા કોર્પોરેશનમાં ૨૧ સપ્ટેમ્બરથી નોકરી કરવા આવ્યો જ નથી : તંત્ર દ્વારા તપાસ

વડોદરા તા. ૪ : લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરવાના ચકચારી કેસમાં ચાર આરોપી પકડાયા છે. જેમાં એક જ આરોપી ફરાર છે. યશવિંતસિંહ જશપાલ સિંહ સોલંકી. જેણે પોતાની ઓળખ યશપાલસિંહ ઠાકોર તરીકે આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરનાર યશપાલ સિંહ પેપરકાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે.ઙ્ગ

યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. જોકે, સરકારી ઓફિસમાં કોઈને પણ જાણ કર્યા વગર તે ૨૧ સપ્ટેમ્બરથી નોકરી પર આવતો જ નથી. તેની આ માહિતીથી જ હવે સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી કાઢતા, વડોદરાના વારસીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે યશપાલસિંહ ઠાકોર નામનો ૨૭ વર્ષનો કર્મચારી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.ઙ્ગ

આ અંગે વધુ માહિતી મેળવતા તે મૂળ પંચમહાલના લુણાવાડાના મુવાડાનો હોવાનુ જાણવા મળ્યું હતું. કોઈ કારણોસર યશપાલ ૨૧ સપ્ટેમ્બરથી નોકરી પર આવ્યો જ નથી. એટલું જ નહિ, ૧૧ મહિનાના કરાર આધારિત પબ્લિક હેલ્થ વર્કર તરીકે ભરતી થતી વખતે યશપાલ સિંહે બધા જ પુરાવા યશપાલસિંહ જશપાલસિંહ ઠાકોરના નામના આપ્યા છે. જોકે, પોતાના ઈમેઈલમાં તે પોતાની સરનેમ ઢાંકી શકયો ન હતો. તેણે પોતાનો ઈમેઈલ એડ્રેસ

yashpalsolanki58@gmail.com જ રાખ્યો હતો.

યશપાલ સિંહે પોતાનું કાયમી સરનામુ લુણાવાડા આપ્યું હતું, પણ તે વડોદરામાં કયાં રહે છે તેની કોઈને જ જાણ નથી. તે ૮ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કોર્પોરેશનમાં નોકરી માટે જોડાયો હતો. ૧૧ મહિનાના કરારમાં તેનો માસિક પગાર ૧૦ હજાર હતો. જયા તેને ઘરેઘરે જંતુનાશક દવા નાખવાનું કામ કરવાનુ હતું. યશપાલસિંહના વોટ્સએપનું લાસ્ટ સીન ૭ ઓકટોબરનું બતાવે છે. જોકે, તે એકથી વધુ ફોનનો ઙ્ગઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.(૨૧.૧૦)

(11:52 am IST)