Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વાવાઝોડા દહેશત વચ્ચે તાકિદની મિટિંગ યોજાઈ

જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા

અમદાવાદ, તા.૪, રાજયમાં આવતીકાલે મંગળવારના રોજ ઓખી વાવાઝોડુ ત્રાટકવાની ગંભર પરિસ્થિતિ મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચૂંટણી પ્રચારની વ્યસ્તતા છતાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અનુરોધ કર્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ઉમેદવાર હોવાની સાથે રાજયના અન્ય વિધાનસભા મત વિસ્તારોની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવાની જવાબદારી અને વ્યસ્તતાની વચ્ચે આજે તેમણે રાજય ઉપર આવતીકાલે મધ્યરાત્રીના સુમારે આવનારા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની સામે કોઈ વ્યાપક નુકસાન ન થાય એ માટે તંત્રને સાબદુ રહેવા અધિકારીઓ સાથેની બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતુ.આ સાથે જ તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની તેમણે વિગતો મેળવી હતી.ઓખી વાવાઝોડાના કારણે વિપરીત પરિસ્થિતિમાં કેરાલાની ૫૦ બોટ માછીમારો સાથે વેરાવળ તરફ આવી પહોંચતા આ બોટ અને માછીમારોને વેરાવળ ખાતે શેલ્ટર આપી સલામત રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યું છે.

 

(9:46 pm IST)