Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોંગ્રેસ ઢંઢેરાના વચનો......

ખેડૂતોને દિવસ દરમિયાન ૧૬ કલાક વિજળી

        અમદાવાદ, તા. ૪, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા કોંગ્રેસની સરકાર આવશે એટલે માફ કરાશ

     ખેડૂતોને વાવેતર પહેલાં જ પોષણક્ષમ જાહેર કરાશે

     ખેડૂતોને દિવસ દરમ્યાન ૧૬ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે

     સેટેલાઇટથી થયેલી જમીન માપણી રદ કરીને નવેસરથી સર્વે કરીને જૂની પધ્ધતિ મુજબ ન્યાયી જમીન માપણી કરવામાં આવશે

     નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગકારોને જીએસટીની ઝંઝાળમાં મુકિત અપાશે

     રાજયમાં ૨૫ લાખ બેરોજગાર યુવાનોને રોજગારી અપાશે

     નરેન્દ્ર મોદીએ ટાટા નેનોને રૂ.૩૨ હજાર કરોડની જે રકમ આપી હતી, તેટલી જ રકમ એટલે કે, રૂ.૩૨ હજાર કરોડ રૂપિયા કોંગ્રેસ બેરોજગાર યુવાનોને રોજગારી  માટે ફાળવાશે

     બેરોજગાર યુવાનોને ચાર હજાર રૂપિયાનું બરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે

     ફિકસ પગાર અને આઉટસોર્સીંગની જગ્યાઓ પર કાયમી નિમણૂંક કરવામાં આવશે

     પાટીદારોને બંધારણની મર્યાદામાં

     પોલીસતંત્રમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરી દેવાશે અને રાજય પોલીસતંત્રને વધુ સુદ્રઢ બનાવાશે

     રાજયની મહિલાઓને ઘરનું ઘર આપવામાં આવશે

     વિધવા અને વૃધ્ધોના સન્માનજનક પેન્શનની યોજનાઓ શરૂ કરાશે

     ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને આંબેડકર આવાસા યોજના અમલી બનાવી  ૨૫ લાખ ઇડબલ્યુએસ અને એલઆઇજીના મકાનો નિર્માણ કરાશે

     રાજયમા કન્યાઓ માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ મફત પૂરું પાડવામાં આવશે

     ગરીબ કામદારોને ડો.બાબાસાહેબ આંબેડકર સામાજિક સુરક્ષા કાર્ડ અપાશે અને તેના મારફતે તેને તમામ સામાજિક લાભો ઉપલબ્ધ બનાવાશે

     વિનામૂલ્યે અને સામાન્ય નાગરિકને પણ પોષાય તેવા દરે સારવાર અને દવા ઉપલબ્ધ થાય તે હેતુથી લોકોને સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કાર્ડ અપાશે

     રાજીવગાંધી ફાર્મસી સ્થપાશે કે જયાંથી નાગરિકોને પોષાય તેવા ભાવે વાજબી દરની દવાઓ ઉપલબ્ધ બનાવાશે

     પેટ્રોલ-ડિઝલ પરનો રાજયનો ટેક્સ ઘટાડી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં રૂ.૧૦ સુધીનો ઘટાડો કરાશે

     રાજયમાં સસ્તા અનાજની દુકાનો પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, ત્રણ કિલો બાજરી અને એક કિલો મકાઇ અપાશે

     મિલકત વેરા અને વીજળી દરોમાં પણ ૫૦ ટકા સુધીનો ઘટાડો કરાશે, જે ઘરોમાં ૨૦૦ યુનિટ સુધીની વીજળીનો વપરાશ હશે તેઓની પાસેથી રૂ.બે વસૂલાશે

     ગેસના ભાવો નિયંત્રિત કરવા નિયમન પંચની રચના કરવામાં આવશે

     રાજયના દરેક ગામોમાં તળાવ, રમતગમતનું અદ્યતન વિશાળ મેદાન અને શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવાશે

     લોકાયુકતની સંસ્થા વધુ સુદ્રઢ અને અસરકારક બનાવાશે

     વિધાનસભાનું સત્ર દરમ્યાન વર્ષમાં ઓછામાં ઓછા ૧૨૦ દિવસ તો ગૃહની કાર્યવાહી કરવામાં આવશે જ

     દલિતો પરના ઉનાકાંડ, થાનગઢ સહિતના કેસોમાં તેમ જ નલિયાકાંડ કેસમાં સીટ મારફતે તપાસ કરી અસરગ્રસ્તોને ન્યાય અપાવાશે

     આદિવાસીઓના ઉત્કર્ષ અને લાભો માટે વીરસા મુંડા ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે

     અનુસૂચિત જાતિ માટે અનામત નીતિનો અમલ કરવામાં આવશે

     વિચરતી અને વિમુકત જાતિને પણ સમાજના તમામ લાભો પહોંચાડાશે

     રાજયની ગૌચરની જમીનો ભ્રષ્ટાચાર આચરી ભાજપ દ્વારા બિલ્ડરોને પધરાવાઇ છે, જેમાં પાંચ વર્ષથી વધુના સમય સુધી પડતર રહી હોય તેવી ગૌચર જમીનો ફરી સરકાર હસ્તક લેવાશે

     રાજયમાં ગામો અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં પાંજરાપોળ અને પશુપાલન માટેની સુવિધા ઉભી કરાશે

       યુવાનોને રોજગારી માટે સંત રોહીદાસ ફાઉન્ડેશન, વીરસા મુંડા ફાઉન્ડેશન, વિશ્વકર્મા ફાઉન્ડેશન અને સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશનની રચના કરાશે

 

(9:09 pm IST)