Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નડિયાદ: શંકાસ્પદ કારની પોલીસ ફિલ્મી ઢબે પીછો કરી પડકી: ચોરીની બકરીઓ મળી: કાર ચાલક ફરાર

નડિયાદ: રૂરલ પોલીસને ચોરીની બે બકરીઓ તેમજ એક કાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નડિયાદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે એક અર્ટીકા ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહી છે. જેના આધારે પોલીસ વોચમાં હતી તે દરમ્યાન વર્ણન મુજબની અટીંગા કાર નં.જીજે.૦૧ કે.આર.૧૪૨૪ ત્યાથી નિકળતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે કાર ઉભી રાખવાના બદલે મરીડા ગામ તરફ હંકારી મૂકી હતી. જેના કારણે પોલીસે તેનો પીછો કરતા આરોપી ડ્રાઇવર કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે સ્થળ પર પહોચી કારમાં તપાસ કરતા ચોરીની ૨ બકરીઓ તેમજ ઠાકોરભાઇ જશાભાઇ તળપદા (રહે. નડિયાદ નવા માખણપુરા, પારસ સિનેમાં પાસે)નોે મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ફરાર થઈ ગયેલો શખ્સ અલ્પેશ ભોઇ (રહે. ઉમરેઠ) હોવાનું જાણવા મળ્યુ ંહતું. ઉપરાંત આ બંને જણાએ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે આરોપીને ખંભાત રૂરલ પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી છે. 

(7:12 pm IST)