Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મોડાસાના કુણા પાટિયા નજીક એસ.ટી.બસની હડફેટે બાઇકસવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત

મોડાસા: મોડાસાથી રેલ્લાવાડા માર્ગના કુણા પાટીયા નજીક પસાર થતી એસ.ટી.બસ સાથે બાઈક ટકરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક અને સવાર બે યુવાનોનું ઘટના સ્થળે કરૃણ મોત નીપજયું હતું.બાંઠીવાડાના બે યુવકોના મોતથી સ્થળ ઉપર આક્રંદ છવાયો હતો.જયારે મોડાસા રૃરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદથી છીટાદરા એસ.ટી.બસ  કુણા સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન વણીયાદ તરફથી આવી રહેલ બાઈક સાથે બસને અકસ્માત સર્જાયો હતો.એસટી બસના આગળના ચાલક કેબીનના ભાગે બાઈક ટકરાતાં રમેશ કોદરભાઈ પરમાર (ઉ.વ.૨૫) અને લાલાભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૨૩)નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.આ અકસ્માતની જાણ થતાં જ મોડાસા રૃરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બાઈક સવાર આ બંને યુવકો મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામના હતા.સાયરાથી છેક રાજસ્થાન સરહદને જોડતા આ અગત્યના માર્ગની સાઈડો ભયજનક હોઈ આ માર્ગે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોવાનું અને વારંવારની રજુઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ પ્રજાની માંગ ધ્યાને નહી લેતું હોવાનો રોષ અકસ્માત સ્થળે એકઠા થયેલા લોકોએ વ્યક્ત કર્યો હતો.

 

(7:11 pm IST)