Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મેઘરજમાં પોલીસ સ્ટેશન પર ટોળાની તોડફોડ: જાહેર મિલ્કતને નુક્શન: 14 વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:  મેઘરજ ગામે ટોળું વળી પોલીસ સ્ટેશને તોફાન મચાવનાર ઈસમોએ જાહેર મિલક્તને નુકશાન પહોંચાડયું હતું.પોલીસે ૧૪ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓેને ઝડપી લેવા જિલ્લા પોલીસે હાથ ધરેલા અભિયાનના ભાગરૃપે પાંચ આરોપીઓને મેઘરજના ઘાંચીવાડા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.

આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને લઈ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અનેચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેવા ઉદ્દેશથી અરવલ્લી જિલ્લા પોલીસે ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરી હતી.અગાઉ મેઘરજ ગામે છોકરી ભગાડી જવાના પ્રકરણે કેટલાક ઈસમોએ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો. આ ઈસમોએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવી જાહેર મિલક્તને નુકશાન પહોંચાડયું હતું.પોલીસે આ ગુનામાં ૧૪ આરોપીઓ વિરૃધ્ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ ગુનો નોંધી ભાગતા ફરતા આ આરોપીઓને ઝડપી લેવા પ્રયાશો હાથ ધર્યા હતા.

 

(7:11 pm IST)